Hysteroscopy (હિસ્ટેરોસ્કોપી)
હિસ્ટેરોસ્કોપી એટલે શું ?
વિડીયો હિસ્ટેરોસ્કોપી એટલે ગર્ભાશયની કોથળીની અંદરનાં રોગોની આધુનિક ખુબ જ પાતળા દુરબીનથી (૨.૯ mm) તપાસ તથા તેની મદદથી જ ઓપરેશન.
Advantage / કોના માટે ?
– ગર્ભાશયની કોથળીની અંદર બગાડ
– ગર્ભાશયમાં પડદો, ગાંઠ, મસો આ પદ્ધતિ દ્વારા તપાસથી નીકળી શકે છે.
– ગર્ભાશયનું મુખ નાનુ હોય તો તે પહોળું કરવામાં આવે છે
– ટેસ્ટ ટયુબ કરતા પહેલા ગર્ભાશયની અંદરથી તપાસ કરવાથી રીઝલ્ટ વધારે સારુ મળી શકે.
આ પદ્ધતિમાં ખાસ પ્રકારનાં ખુબ જ મોંઘા સાધનો વાપરવા પડે છે.
Hysteroscopy + SSG (નળી ખોલવા માટે)
– Hysteroscopy અને SSG બંને પ્રોસીઝર સાથે કરવાથી
– જો SSGમાં નળી બ્લોક આવે તો Hysteroscopy એટલે કે ગર્ભાશયની અંદર દુરબીન મુકી. ગર્ભાશયની અંદર ખુલતી નળીનો ભાગ કેન્યુલા અથવા વાયર નાખીને ખોલવા માટેની સારવાર કરી શકાય છે.
Advantage :
– Hysteroscopy + SSG બંને પ્રોસીઝર સાથે કરવાથી
નળી ખોલવા માટે મોટી દુરબીનની તપાસ
(Laproscopy + Hysteroscopy)થી બચી શકાય છે.
– સરળ । સચોટ પદ્ધતિ
– ગર્ભાશયની અંદર રહેલ, મસો, પડદો, ગાંઠ વગેરે આ પદ્ધતિથી દુર કરી શકાય છે.
– SSG (નળી તપાસ) માટે આપેલ એનેસ્થેસીયામાં બંને પ્રોસીઝર કરી શકાય છે. – આ પદ્ધતિથી દુ:ખાવા રહિત નળીની તપાસ કરવી એ ગ્લોબલ હોસ્પિટલની વિશેષતા છે.