IVF : In Vitro Fertilization
IVF એટલે
I – (ઇન)
V – (વીટ્રો) – શરીરના બહારના ભાગમાં
F – (ફર્ટીલાઇઝેશન) – ફલીનીકરણ
શરીરની બહાર સ્પેશ્યલ લેબોરેટરીમાં સ્ત્રીબીજ અને પુરૂષબીજને મિલન કરાવી. તૈયાર બનતા ગર્ભને (૩ – ૪ દિવસ બાદ) સ્ત્રીના ગર્ભાશયમાં આરોપણ કરાવી ગર્ભાધાન કરાવવું એટલે IVF
IVF (ટેસ્ટ ટયુબ બેબી) કોના માટે ?
– શુક્રાણુ અથવા સ્ત્રીબીજની સંખ્યા તદ્દન ઓછી અથવા નહીંવત હોય.
– ગર્ભાશયની નળીમાં બ્લોકેજ હોય.
– ૩-૪ વખત IUI (આઇ.યુ.આઇ.) નિષ્ફળ ગયા હોય.
– મેનોપોઝ બાદ પ્રેગનન્સી રાખવી હોય.
– કોઇ કારણ ના મળતુ હોય અને બીજી બધી પદ્ધતિઓ અપનાવ્યા બાદ પરિણામ ના મળતું હોય.
– પોલીસીસ્ટીક ઓવરી (PCOS) જેમાં અંડબીજ છુટુ પડવામાં તકલીફ થતી હોય.
– ગર્ભાશયના મુખની ખામી હોય.
Advantages :
– IVF (ટેસ્ટટયુબ બેબી)ની પ્રક્રિયા જટીલ નથી.
– હોસ્પિટલમાં રાત્રિ રોકાણ ના થાય.
– ટેસ્ટ ટયુબ બેબીની આખી પ્રોસીઝરમાં કયાંય પણ ચેકો, કાપો કે ટાંકો ન આવે.
– પરિણામ મળવાની શકયતા વધે છે.
૧. લોહીના રીપોર્ટ અને સોનોગ્રાફી
લોહીના રીપોર્ટ અને (સ્ત્રીબીજની કોથળીની કેપીસીટી)ના રીપોર્ટસ અને ગર્ભાશય અને અંડાશય(Ovary)ની ૩D સોનોગ્રાફી.
૨. બીજ બનાવવાની પ્રક્રિયા
સોનોગ્રાફી કર્યા બાદ બીજ બનવા માટેના હોર્મોન્સના ઇન્જેકશનની શરૂઆત.
૩. સોનોગ્રાફી દ્વારા દેખરેખ
સ્ત્રીબીજ યોગ્ય રીતે બને છે કે નહીં તે જાણવા માટે ૩ થી ૪ દિવસના અંતરે ૩-પ વાર સોનોગ્રાફી તથા જરૂર મુજબ લોહીના રીપોર્ટ.
૪. બીજ પરિપકવ થવાનું ઇન્જેકશન
જયારે સ્ત્રીબીજ અને હોર્મોન્સ યોગ્ય હોય ત્યારે અન્ય એક ઇન્જેકશન સ્ત્રીબીજને પરિપકવ બનાવવા માટે આપવામાં આવે છે.
૫. સ્ત્રીબીજ અને પુરુષબીજ બહાર કાઢવાની પ્રક્રિયા (Ovum Pickup)
એનેસ્થેસીયા આપીને સોનોગ્રાફીની મદદથી એક પાતળી સોય દ્વારા સ્ત્રીબીજ બહાર કાઢવામાં આવે અને પુરૂષના વીર્યનું સેમ્પલ લેવામાં આવે.
૬. ગર્ભ બનાવવાની પ્રક્રિયા
એમ્બ્રીયોલોજીસ્ટની દેખરેખ હેઠળ સ્ત્રીબીજ અને પુરૂષબીજને સ્પેશ્યલ માઇક્રોસ્કોપ વડે ફલન કરવામાં આવે છે.
૭. ગર્ભનો વિકાસ
આ ફલિત ગર્ભને સ્પેશ્યલ ઇન્કયુબેટરમાં રાખવામાં આવે છે જેમાં માતાના ગર્ભાશય જેવુ વાતાવરણ મળે છે.
૮. એમ્બ્રીયો ટ્રાન્સફર
આ વિકાસ પામેલા ગર્ભને એક પાતળા પ્લાસ્ટીકના કેથેટર દ્વારા ગર્ભાશયમાં આરોપણ કરવામાં આવે છે. જો વધુ ગર્ભ હોય તો તેને ફીઝીંગ કરવામાં આવે. ભવિષ્યમાં ઉપયોગ લેવાય તે માટે.
૯. પ્રેગનન્સી ટેસ્ટ
એમ્બ્રીયો ટ્રાન્સફરના ૧૭ દિવસ પછી પ્રેગનન્સીની તપાસ લોહીના B-HCG નામના રીપોર્ટની મદદથી કરવામાં આવે છે.